યોગ સાયકોથેરાપી શું છે?
યોગ સાયકોથેરાપી એ બે શબ્દોનું મિશ્રણ છે. પહેલો શબ્દ યોગ સંસ્કૃતમાં છે અને બીજો શબ્દ સાયકોથેરાપી ગ્રીક ભાષામાં છે. યોગ સાયકોથેરાપી એ મૂડ સ્વિંગ, ઉદાસી, ઓછું આત્મસન્માન, ક્રોધ, ભય, માનસિક સમસ્યાઓ, અસ્વસ્થતા, હતાશા વગેરેથી પીડિત વ્યક્તિના શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યના વિકાસ માટે એક સર્વાંગિક અભિગમ છે. સુખી, શાંતિપૂર્ણ અને સકારાત્મક લક્ષ્યનિર્દેશિત જીવન જીવવા માટે માનવના ફાયદા માટે પ્રાચીન યોગની યોગવિજ્ઞાન અને મનોચિકિત્સાના મનોરોગવિજ્ઞાન અને આધુનિક મનોવિજ્ઞાનની મનોપચાર વિધિઓ વચ્ચેના સહસંબંધ સંબંધના પરિણામે યોગ સાયકોથેરાપીનો વિકાસ થયો છે. યોગ સાયકોથેરાપીની વ્યાખ્યા: પુરાતન યોગ દર્શન અને આધુનિક મનોવિજ્ઞાન ઉપર આધારિત યોગ સાયકોથેરાપી એક વાતચીત દ્વારા મનોપચાર ની પદ્ધતિ છે, જે માં શાંતિપૂર્ણ, સમૃદ્ધિ, ઉદેશપૂર્ણ જીવન ખુશહાલી અને આત્મસંતુષ્ટિ સાથે જીવવા માટે આત્માનુભૂતિ મેળવવા માટે નકામું અને હાનિકારક અશુભ વિચારો અને બેકારનું વર્તન ને અર્થપૂર્ણ લક્ષ્ય નિર્ધારિત વિચારો અને ઉત્પાદક વર્તન માં રૂપાંતરિત કરવા માં આવે છે. ડૉ શર્મા એ પ્રથમ યોગ સાયકોથેરાપી સેન્ટર ભુજ ખાતે ચાલુ કરેલ છે.





આપણા યોગ સાયકોથેરાપિસ્ટને જાણો.
ડૉ પંડિત દેવજ્યોતિ શર્મા વિશ્વના પ્રથમ યોગ સાયકોથેરાપિસ્ટ છે. ડૉ શર્માએ ચિંતા, હતાશા અને તણાવ પ્રબંધન માટે યોગ સાયકોથેરાપી વિકસાવેલ છે જેથી તેઓ ભારતીય સાયકોથેરાપીના જનક તરીકે પણ ઓળખાય છે, ડૉ.શર્માએ આત્મહત્યા નિવારણ માટે લાઇફસ્કીલ્સ ડાયનેમિક મેડિટેશન ગેટકીપર તાલીમ તરીકે ઓળખાતી પ્રથમ ભારતીય ધ્યાન મનોપચાર પધ્ધતિ વિકસાવી છે, જેને આંતરરાષ્ટ્રીય એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્સન(આઈ.એ.એસ.પી.) દ્વારા પ્રશંસા અને માન્યતા મળી છે. નોંધીનીય છે કે વેશ્વિક સ્તરે આત્મહત્યા અટકાવવવા માટે આઈ.એ.એસ.પી વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સત્તાવાર સંબંધ ધરાવે છે.ડો.પંડિત દેવજ્યોતિ શર્માએ એમ.એમ.બી.એસ., ડી.પી.એમ.(મનોચિકિત્સા), ડી.આઈ.વાય. (યોગ), પી.જી.સી.પી.(કાઉન્સલીંગ અને સાયકોથેરાપી), પી.જી.સી.એ.એચ.(તરુણ આરોગ્ય) ,એમ.એ.(સાયકોલોજી) ડિગ્રીઓ મેળવી છે.ડૉ શર્મા યોગાભ્યાસ દ્વારા આત્માનુભૂતિ પ્રાપ્ત લોકોમાંથી એક છે. 21 જુન 2019 ના રોજ પાંચમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ડૉ.શર્માએ સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલ ,અમદાવાદ ખાતે સરકારી માનસિક ચિકિત્સકો અને માનસિક આરોગ્ય કર્મચારીઓ / એમ.એસ.ડબલ્યુ.ને વિશ્વની પ્રથમ ભારતીય મનોચિકિત્સા તાલીમ “યોગ સાયકોથેરપી તાલીમ” ગુજરાત રાજ્ય માનસિક આરોગ્ય કાર્યક્રમના નોડલ અધિકારી ડો.અજય ચૌહાણની ઉપસ્થિતિમાં પ્રદાન કરી છે.
આંતરરાષ્ટ્રીય એસોસિએશન ફોર સુસાઇડ પ્રિવેન્સનના પ્રમુખ ડો.મુરાદ ખાન અને વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થના પ્રમુખ ડો. આલ્બર્ટો ત્રિમ્બલી દ્વારા પણ ડૉ.શર્મા દ્વારા ભારતમાં કરેલ માનસિક આરોગ્ય જાગૃતિના કાર્યોની પ્રશંસા કરવામાં આવી છે. તેમના અધ્યયન સમયગાળા દરમિયાન, મેડિકલ એડ સર્વિસ સંસ્થા રચના કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પ્રત્યેના તેમના સામાજિક કાર્યને 1993 માં સંત મધર ટેરેસાએ પ્રશંસા કરી આશીર્વાદ આપ્યા છે. તાજેતરમાં જ ડૉ.શર્માના આત્મહત્યા નિવારણના કાર્યને નોંધ લઇ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમને એવાર્ડ એનાયત કર્યો છે. ડૉ.શર્મા જીનેવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હેડક્વાર્ટર (સ્વિટ્ઝરર્લેન્ડ)માં ભારતમાં આત્મહત્યા નિવારણ માટે ચર્ચા કરવા સંદર્ભે એલેક્ઝાન્ડ્રા ફ્લિશમેન નોડલ ઓફિસરને મળ્યા હતા, જેમાં લાઈફ સ્કિલ્સ ડાયનેમિક મેડિટેશનની પદ્ધતિ સમજાવવા સહિત ભારતમાં તેમની આત્મહત્યા નિવારણ પ્રવૃત્તિઓ વિશે જાણ કરી હતી. ડૉ. શર્માએ 2017 માં મલેશિયામાં આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ સંમેલનમાં ભાગ લીધું હતું અને તેઓ જીનેવા સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થાના માનસિક આરોગ્ય અને પદાર્થ દુરુપયોગના ડાયરકેટર ડૉ.શેખર સક્સેનાની હાજરીમાં વિશ્વમાં અસરકારક રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના અને પ્રેક્ટિસના વિકાસ માટે શરૂ કરાયેલ “આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોના વિશેષ ઇન્ટરેસ્ટ ગ્રુપ” ના સભ્ય તરીકે જોડાયો છે. લાઇફસ્કિલ્સ ડાયનેમિક મેડિટેશન ગેટકીપર ટ્રેનિંગ ફોર સુસાઇડ પ્રિવેન્સનના નિર્માણ માટે મલેશિયામાં ડૉ.શેખર સક્સેના દ્વારા ડૉ.શર્માની પ્રશંસા કરવામાં આવી હતી. ડૉ.શર્માએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી-નવી દિલ્હી, કચ્છ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી- અમદાવાદ, લખનઉ, મુંબઇ, કોલકત્તા વગેરે સહિત સમગ્ર ભારતમાં લાઇફસ્કીલ્સ ડાયનેમિક મેડિટેશન અને યોગ સાયકોથેરાપીને લગતા અનેક તાલીમ સેમિનારો કર્યા છે.
તેમણે સરકારી તબીબી અધિકારીઓ, મનોચિકિત્સકો, માનસિક આરોગ્ય સમાજસેવકો, શિક્ષકો, આચાર્યો, સૈન્ય વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ વગેરેને પણ અનેક સેમિનારોમાં તાલીમ આપી છે. 2017 માં કચ્છ જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા તણાવ વ્યવસ્થાપન અને લોકો આત્મહત્યા ના કરુણ બનાવ અટકાવવા માટે જુદા જુદા સ્થળોએ લાઇફકિલ્સ ડાયનેમિક મેડિટેશન સેમિનાર યોજવામાં આવ્યા છે. આ સંદર્ભે ડૉ.શર્માના કાર્યને કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન જયંત માધપરિયાએ બિરદાયું છે.. વર્ષ 2015 માં ડૉ.શર્માએ વિદ્યાર્થીઓ માટે આત્મહત્યા નિવારણ અને તાણ પ્રબંધન પુસ્તકનું ઉદઘાટન શિક્ષણ કેબીનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ડિસ્ટ્રિક્ટ શિક્ષણ અધિકારી શ્રી મુકેશભાઇ પટેલ સહિતના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સરકારના જન જાગૃતિ કાર્યક્રમમાં 10 મી સપ્ટેમ્બરના વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસને સમાવિષ્ટ કરવા માટે ભારતના વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીને ડૉ. શર્માની અપીલ સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવી છે અને 10 મી સપ્ટેમ્બરના વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસને ભારતમાં આત્મહત્યા જનજાગૃતિ લાવવા માટે સરકારના કાર્યસૂચિમાં શામેલ કરવામાં આવ્યો છે ડૉ.શર્મા વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થના લાઇફ મેમ્બર, ઈન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટીના લાઇફ મેમ્બર, આત્મહત્યા નિવારણ માટેની આંતરરાષ્ટ્રીય એસોસિએશનના (આઈ.એ.એસ.પી. ના) સભ્ય, ઓમ ફાઉન્ડેશનના પ્રમુખ, સરકારી બાળ કલ્યાણ સમિતિ-કચ્છના સભ્ય છે. ડો. પંડિત દેવજ્યોતિ શર્મા કચ્છ આત્મહત્યા નિવારણ મંચના સ્થાપક પણ છે, જેમાં 10 સ્વયંસેવી સંસ્થાઓ ના અગ્રણીઓ આત્મહત્યા અટકાવવા માટે સ્વૈચ્છિક રીતે જોડાયા છે.
ડો.પંડિત દેવજ્યોતિ શર્માએ 2019 માં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે સોશિયલ વર્ક વિભાગમાં અને ભારતીય મનોચિકિત્સા સંસ્થા (ઇન્ડિયન સાયક્રિયાટિક સોસાયટી) દ્વારા આયોજિત એ.એન.સી.આઈ.પી.એસ. -2020 ની રાષ્ટ્રીય સંમેલનમાં યોગ સાયકોથેરાપી વર્કશોપ્સની તાલીમ આપી હતી. 2018માં વિશ્વ આરોગ્ય સંસ્થા(જિનીવા) દ્વારા આત્મહત્યા નિવારણ માટેની આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે, જેને “રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ વ્યૂહરચના” તરીકે ઓળખવામાં આવે છે – જ્યાં ઉપરોક્ત પુસ્તકના સ્વીકૃતિ પાનામાં ડો.પંડિત દેવજ્યોતિ શર્માના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.ડૉ શર્માએ લાઈફ સ્કીલ્સ જીવન ધારા ગાઈડ બુક અને કિશોરાવસ્થા મનોવિજ્ઞાન નામના બે પુસ્તકો લખ્યા છે. ડૉ શર્મા પાસે પોતાની લાયબ્રેરીમાં આશરે 5000 જેટલા પુસ્તકો પણ છે. ડૉ.શર્મા પાલારા સ્પેશિયલ જેલ, ભુજ -કચ્છ ખાતે કેદીઓને ચિંતા, હતાશા, તાણ પ્રબંધન અને આત્મહત્યા નિવારણ માટે સાપ્તાહિક યોગ સાયકોથેરાપી સેશન્સો પ્રદાન કરી રહ્યા છે ડો.શર્મા કચ્છમિત્ર નામના ગુજરાતી ભાષાના અગ્રણી અખબારમાં “મનોરોગ”ના શીર્ષક હેઠળ 3 વર્ષથી નિયમિત સાપ્તાહિક માનસિક આરોગ્ય જાગૃતિના લેખ લખી રહ્યા છે. ડૉ.શર્મા મન ઉર્જા ક્લીનિક ,ભુજ ખાતે મનોરોગ દર્દીઓ માટે મનોચિકિત્સા સેવા આપે છૅ જેમાં યોગ સાઇકોથેરાપી અને લાઈફ સ્કિલ્સ ડાયનેમિક મેડિટેશન(જીવન કૌશલ્ય સક્રિય ધ્યાન )પદ્ધતિઓ સામેલ છે.